નવી દિલ્હી: કોરોના (Corona Virus) નો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એ હદે વધી રહ્યો છે સમગ્ર વિશ્વની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાના કેસ 3 કરોડને પાર ગયા છે. જેમાંથી છેલ્લા એક કરોડ કેસ તો એક મહિનામાં જ વધ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં 93,337નો વધારો થયો છે. આ સાથે દેશમાં કુલ કેસનો આંકડો 53,08,015 થયો છે. જેમાંથી 10,13,964 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જ્યારે 42,08,432 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. એક જ દિવસમાં કોરોનાથી 1,247 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 85,619 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona નું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું, કોરોનાને હળવાશમાં લેનારા લોકો ખાસ વાંચે


કોરોનાના રેડ ઝોન, આ 10 રાજ્યોમાં છે Corona બેકાબૂ!, જાણો ગુજરાતની શું છે સ્થિતિ 


યુનિવર્સિટીના રિસર્ચર્સના આંકડા મુજબ દુનિયાભરમાં ગુરુવારે કોવિડ-19ના કેસની સંખ્યા 3 કરોડ પાર ગઈ. જેમાંથી અડધાથી વધુ કેસ તો માત્ર ત્રણ દેશો અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં જ છે. માત્ર એક મહિનામાં સંક્રમિતોની સંખ્યામાં એક કરોડનો વધારો  થયો છે. દુનિયામાં 12 ઓગસ્ટના રોજ સંક્રમણનો આંકડો બે કરોડને પાર ગયો હતો. જ્યારે હવે 3 કરોડને પાર ગયો છે. 


ખેડૂતો માટે 'સુરક્ષા કવચ' કહેવાતા બિલ પર આખરે કેમ ખેલાઈ રહ્યું છે રાજકારણ? 


અમેરિકામાં સૌથી વધુ દર્દીઓ 66,75,560 નોંધાયા છે અને ત્યારબાદ ભારતમાં 52 લાખથી વધુ દર્દીઓ નોંધાયા છે. ત્યારબાદ બ્રાઝિલમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube